આજના સમયમાં લોકો પોતાના મોબાઈલ અને લેપટોપમાં એટલા ડૂબી ગયા છે કે તેઓ પ્રકૃતિ સાથે સમય પસાર કરવાનું ભૂલી ગયા છે.

જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવો તમારા મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ સારો છે.

વૃક્ષો અને પક્ષીઓને જોવાથી અને તેમના કિલકીલાટ સાંભળવાથી પણ તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

લંડનની કિંગ્સ કોલેજમાં થોડા વર્ષો પહેલા હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પક્ષીઓને જોવા અને સાંભળવા એ આપણા માનસિક સ્વાસ્થ્યના સુધાર સાથે સંબંધિત છે.

તેની અસર ઓછામાં ઓછા 8 કલાક સુધી રહે છે. આટલું જ નહીં, તે ડિપ્રેશનથી પીડિત લોકો માટે પણ ફાયદાકારક હોય છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે પક્ષીઓની હાજરી અને તેમનું સંગીત આપણો મૂડ સુધારી શકે છે.

અર્બન માઈન્ડ એપનો ઉપયોગ કરીને સંશોધકોએ પહેલીવાર બતાવ્યું છે કે પક્ષીઓને જોવાનું અને સાંભળવાનું એ સારા મૂડ સાથે ડાયરેકટ કનેક્શન હોય છે.