T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 મેચ 24 જૂને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમે આ મહત્વપૂર્ણ મેચ 50 રને જીતી લીધી હતી. આ મેચમાં બાંગ્લાદેશી ખેલાડી અને વાઇસ કેપ્ટન તસ્કીન અહેમદ ટીમમાં નહોતો રમ્યો.

પરંતુ તસ્કીન અહેમદ કેમ ન રમ્યા તેનું કારણ સામે આવ્યું છે. ક્રિકબઝના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, ભારત સામેની મેચ પહેલી તસ્કીન લાંબા સમય સુધી સુઈ રહ્યો હતો અને પોતાનો ફોન પણ ઉપાડ્યો નહોતો.

તસ્કીન અહેમદ ટીમ હોટલમાં લાંબા સમય સુધી સૂતો રહ્યો, જેના કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

ભારત વિરુદ્ધ ICC વર્લ્ડ કપ મેચ પહેલા તસ્કીન અહેમદે મોડા આવવા બદલ પોતાના સાથી ખેલાડીઓની માફી માંગી હતી.

હવે આ સમગ્ર મામલે તસ્કીન અહેમદની પ્રતિક્રિયા પણ આવી છે. તેણે ઢાકાના અખબાર અજકર પત્રિકાને કહ્યું, 'હું થોડો મોડો પહોંચ્યો, પરંતુ હું ટોસ પહેલા મેદાન પર પહોંચી ગયો.'

તસ્કીન આગળ કહ્યું- હું ટોસના લગભગ 30-40 મિનિટ પહેલા મેદાન પર પહોંચ્યો, હું ટીમની બસ ચુકી ગયો. બસ સવારે 8:35 વાગ્યે હોટેલથી નીકળી, હું 8:43 વાગ્યે મેદાન માટે નીકળ્યો.

બાંગ્લાદેશી બોલરે કહ્યું- એવું નથી કે તેઓએ મને સેલેક્ટ કર્યો નથી કારણ કે હું મોડો પહોંચ્યો હતો, હું કોઈપણ રીતે રમવાનો નહોતો.

બાંગ્લાદેશે ભારત સામેની મેચ માટે તસ્કીનના સ્થાને ઝાકિર અલીનો સમાવેશ કર્યો હતો જ્યારે મહેદી હસન અને સાકીબ અલ હસને બોલિંગની શરૂઆત કરી હતી.

Well, આ પછી તસ્કીન અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની આગામી મેચ માટે પરત ફર્યો હતો.