દુનિયાનો એકમાત્ર દેશ જ્યાં રાત પડે છે માત્ર 40 મિનિટ માટે!
આપણે ત્યાં તો 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત હોય છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવી જગ્યા પણ હોય જ્યાં સૂરજ આથમવાનું નામ જ ન લે?
આ દેશનું નામ છે 'નોર્વે'. યુરોપના આર્કટિક સર્કલમાં આવેલો આ દેશ તેની કુદરતી સુંદરતા અને આ વિચિત્ર ઘટના માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.
તમને જાણીને નવાઈ લાગશે કે નોર્વેમાં રાત્રે 12:43 વાગ્યે સૂર્ય આથમે છે અને માત્ર 40 મિનિટ પછી, એટલે કે રાત્રે 1:30 વાગ્યે ફરીથી સૂર્ય ઉગી જાય છે!
આ ઘટના વર્ષના મે મહિનાથી જુલાઈ મહિના વચ્ચે લગભગ 76 દિવસ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન ત્યાં અંધારું થતું જ નથી.
આ કારણોસર નોર્વેને 'લેન્ડ ઓફ મિડનાઈટ સન' એટલે કે 'મધ્યરાત્રિના સૂર્યની ભૂમિ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોવાને કારણે અને નોર્વે ઉત્તર ધ્રુવની ખૂબ નજીક હોવાથી, ઉનાળામાં સૂર્ય ક્ષિતિજની નીચે જતો નથી, જેના કારણે ત્યાં રાત પડતી નથી.
કુદરતની આ કરામત જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ નોર્વે ઉમટી પડે છે. શું તમે પણ આવી જગ્યાએ જવાનું પસંદ કરશો?