દુનિયાનું સૌથી દુર્ગંધ મારતું ફૂલ, જેમાંથી આવે છે લાશ જેવી વાસ

દુનિયાના આ સૌથી દુર્ગંધ મારતા ફૂલનું નામ કોર્પ્સ ફ્લાવર છે.

તેમાંથી સડેલા માંસ જેવી વાસ આવતી હોવાથી તેને 'લાશ જેવું ફૂલ' પણ કહેવાય છે.

આ અજબ-ગજબ ફૂલનું વૈજ્ઞાનિક નામ એમોરફોફાલસ ટાઇટેનમ છે.

આ અત્યંત દુર્લભ ફૂલ મુખ્યત્વે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર જ જોવા મળે છે.

આ ફૂલમાંથી નીકળતી ભયંકર દુર્ગંધ માત્ર જીવજંતુઓને આકર્ષવા માટે જ હોય છે.

આ ફૂલની લંબાઈ 10 ફૂટ અને વજન લગભગ 70 કિલો સુધીનું હોઈ શકે છે.

તેના આ જંગી કદ અને વજનના કારણે તે દુનિયાના સૌથી મોટા ફૂલોમાં સામેલ છે.

આશ્ચર્યની વાત એ છે કે આ ફૂલ 7 થી 10 વર્ષમાં માત્ર એક જ વાર ખીલે છે.

ફૂલ ખીલ્યા પછી તેની આ ભયાનક દુર્ગંધ માત્ર 24 થી 48 કલાક સુધી જ રહે છે.