માતા સીતા આમ તો દયાની મૂર્તિ ગણાય છે. પણ એકવાર તેમણે ગુસ્સામાં આવી 3 લોકોને શ્રાપ આપી દીધો.

વનવાસ વખતે ભગવાન રામને પિતા દશરથના મૃત્યુ વિશે જાણ થઈ તો માતા સહિત ભાઈ લક્ષ્મણને ઘણું દુ:ખ પહોંચ્યું.

પિંડદાનની તૈયારીઓ શરૂ થઈ. સામગ્રી એકત્રિત કરવા રામ-લક્ષ્મણ જંગલમાં ગયા. ઘણા દિવસો વિતવા લાગ્યા.

સમય વધુ વિતવાથી દશરથજીની આત્માએ માતા સીતાને કહ્યું, પિંડદાનનો સમય નીકળી રહ્યો છે.

તેથી માતાએ પોતે જ પિંડદાન કરવાનું નક્કી કર્યુ અને ફાલ્દુ નદીના તટે ગયા.

તટ પર જઈ ગાય, વૃક્ષ, કેતકીના ફૂલને સાક્ષી બનાવ્યા. બાદમાં સસરા દશરથનું પિંડદાન કર્યું.

જ્યારે રામ અને લક્ષ્મણને આ વાત સીતા માતાએ જણાવી તો ત્રણેય ખોટું બોલ્યા.

તેથી ક્રોધિત થઈ માતા સીતાએ શ્રાપ આપ્યો કે ફાલ્ગુ નદીનું પાણી સૂકાઈ જાય, કેતકીનું ફૂલ ક્યારેય ઉપયોગમાં ન લેવાય, ગાયની પૂજા થાય તો પણ ભટકતી રહે.