શિયાળામાં આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવા જોઈએ કેળા, સ્વાસ્થ્ય બગડી શકે છે

કેળા આમ તો સુપરફૂડ ગણાય છે, પણ શિયાળાની ઋતુમાં અમુક લોકો માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આયુર્વેદ મુજબ, કેળાની તાસીર ઠંડી હોય છે. તેથી જે લોકોને શરદી, ખાંસી કે કફની સમસ્યા હોય તેમણે શિયાળામાં, ખાસ કરીને રાત્રે કેળા ખાવાનું ટાળવું જોઈએ, તેનાથી કફ વધી શકે છે.

અસ્થમાના દર્દીઓ માટે પણ શિયાળામાં કેળા ખાવા જોખમી બની શકે છે. ઠંડા કેળા ખાવાથી શ્વાસનળીમાં કફ જામી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.

જો તમને દાંતમાં દુખાવો કે સડો હોય તો કેળા ન ખાવા જોઈએ. તેમાં રહેલી નેચરલ સુગર બેક્ટેરિયા વધારી શકે છે, જે સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે.

કેળા પચવામાં ભારે હોય છે. શિયાળામાં પાચનશક્તિ થોડી મંદ હોય છે, તેથી જેમને પેટમાં ગેસ કે અપચાની તકલીફ હોય તેમણે સાંજે કે રાત્રે કેળા ન ખાવા જોઈએ.

જે લોકોને માઈગ્રેનની તકલીફ હોય તેમણે પણ સાવધાન રહેવું જોઈએ. કેળામાં 'ટાયરામાઈન' નામનું તત્વ હોય છે, જે માઈગ્રેનનો દુખાવો વધારી શકે છે.

કેળા ખાવા હોય તો બપોરના સમયે અને તડકામાં બેસીને ખાવા વધુ હિતાવહ છે, પણ રાત્રે તો બિલકુલ નહીં