ટ્રાન્સ ફૈટ

સંશોધન દર્શાવે છે કે ટ્રાન્સ ફૈટ કે "ખરાબ" એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને કેન્સરનું જોખમ વધારે છે. WHO અનુસાર, ડેનમાર્ક 2003 માં ટ્રાન્સ ફેટના ઉપયોગ પર પ્રતિબંધ મુકનાર પ્રથમ દેશ હતો.

આર્ટિફિશિયલ ફૂડ કલર

કેલાક આર્ટિફિશિયલ ફૂડ કલરો જેમ કે ટાર્ટરિન, એલ્યુરા લાલ અને સનસેટ યેલો કર્સનોજેનિક છે. નોર્વે, ફિનલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રીયા અમે બ્રિટન જેવા દેશોમાં કેટલાક આર્ટિફિશિયલ ફૂડ કલર્સના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઓલેસ્ટ્રા

ઓલેસ્ટ્રા એ ફેટનો વિકલ્પ છે જેનો ઉપયોગ કેટલાક નાસ્તાના ખોરાકની કેલરી સામગ્રીને ઘટાડવા માટે થાય છે. બ્રિટન અને કેનેડા જેવા દેશોમાં એલેસ્ટ્રાનો ઉપયોગ પર પ્રતિબંધ છે.

Acesulfame પોટેશિયમ

Acesulfame પોટેશિયમ એટલે કે આર્ટિફિશિયલ સ્વીટનર. કેટલાક સંશોધનો દર્શાવે છે કે તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે.

પ્રોસેસ્ડ મીટ

પ્રોસેસ્ડ મીટમાં નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ્સ જેવા રસાયણો હોય છે જે કેન્સરનું કારણ બની શકે છે. નોર્વેમાં પ્રોસેસ્ડ મીટમાં નાઇટ્રાઈટ્સ અને નાઇટ્રેટ્સનો ઉપયોગ પ્રતિબંધિત છે.

પોટેશિયમ બ્રોમેટ

સંશોધન દર્શાવે છે કે પોટેશિયમ બ્રોમેટ કેન્સરનું જોખમ પણ પેદા કરી શકે છે. યુરોપ, કેનેડા અને ચીનમાં પોટેશિયમ બ્રોમેટના ઉપયોગ પર પ્રતિબંધ છે.

ગ્લાયફોસેટ

ગ્લાયફોસેટ એક પેસ્ટીસાઈડ છે. તેના અવશેષો પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા પાકમાંથી બનેલા ઉત્પાદનો પર મળી શકે છે. ફ્રાન્સ, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં ઘરગથ્થુ ઉપયોગ માટે ગ્લાયફોસેટ પર પ્રતિબંધ છે.