ટેસ્ટોસ્ટેરોન

આપણા શરીરમાં ઘણા પ્રકારના મહત્વનાં હોર્મોન્સ જોવા મળે છે, જેમાંથી એક ટેસ્ટોસ્ટેરોન છે. આ હોર્મોન સ્નાયુઓ, હાડકાં અને જાતીય તંદુરસ્તી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ હોર્મોન પુરુષો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે.

ટેસ્ટોસ્ટેરોનનું સ્તર

શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી એક તમારો આહાર છે. આજકાલ ઘણા પુરુષોને ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જે તમારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટાડે છે અને તેના પર ખરાબ અસર કરે છે.

એક અભ્યાસ મુજબ, જે વસ્તુઓમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ (PUFA)નું પ્રમાણ વધુ હોય છે, તેનું સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર ખરાબ અસર જોવા મળે છે. સૂર્યમુખી, મકાઈ અને સોયાબીન તેલમાં PUFA નું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે.

એક અભ્યાસ અનુસાર, બ્રેડ, પેસ્ટ્રી અને ગળી વસ્તુઓનું વધુ સેવન કરવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી જાય છે. આ સિવાય બેક્ડ ચીજોનું સતત સેવન કરવાથી માંસપેશીઓ ઓછી થાય છે અને શરીરમાં ચરબી વધે છે.

એક રિસર્ચ અનુસાર, સોયા અથવા તેના ઉત્પાદનોનું સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે મર્યાદિત પ્રમાણમાં જ સોયાનું સેવન કરો.

વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ ઘટી જાય છે. એક રિસર્ચ અનુસાર, જો તમે એક દિવસ માટે પણ વધારે આલ્કોહોલ પીઓ છો, તો તમારા ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર ખરાબ અસર કરે છે.

આ સિવાય જો તમે આખો દિવસ કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ નથી કરતા, તમારી જીવનશૈલી પણ ખરાબ હોય, તો તેનાથી ટેસ્ટોસ્ટેરોનના સ્તરને પણ ખરાબ કરે છે.