2024માં આ ટીવી સેલેબ્સ રહ્યાં ચર્ચામાં 

આ યાદીમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલીનું નામ સૌથી પહેલા આવે છે. તેની સાવકી દીકરીએ અભિનેત્રી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા.

રૂપાલી ગાંગુલી માત્ર અંગત રીતે જ નહીં પરંતુ વ્યવસાયિક રીતે પણ સમાચારમાં હતી. શો છોડી ગયેલા કેટલાક સેલેબ્સે રૂપાલી વિશે ઘણી વાતો કહી.

ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી પણ આ વર્ષે હેડલાઈન્સમાં રહી. તેનું કારણ હતું એક્ટર કુશલ ટંડન. કહેવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી પર પણ ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. શોના સ્ટાર્સે અસિત પર શોષણનો આરોપ લગાવ્યો છે.

અભિનેત્રી દલજીત કૌર તેના લગ્ન અને પછી છૂટાછેડાને લઈને ચર્ચામાં રહી હતી. દલજીતે તેના પતિ નિખિલ પર ઘણા આરોપો લગાવ્યા હતા.

આ યાદીમાં નિર્દેશક અને નિર્માતા રાજન શાહીનું નામ પણ સામે આવ્યું છે. અનુપમાના કલાકારોએ તેના પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.

તારક મહેતામાં સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પલક એ અસિત મોદી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેને માનસિક દબાણ કરવામાં  આવી રહ્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ 24 દિવસથી ગાયબ હતા. તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

સિંગર અને એક્ટર આસિમ રિયાઝ પણ આ વર્ષે સમાચારમાં હતા. તેના ગંદા વર્તનને કારણે તેને ખતરોં કે ખિલાડી શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.