આ રીતે ઓળખશો અસલી દેશી ઘી...
આજકાલ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામાન્ય બની ગઈ છે અને તેમાંથી એક છે ઘી.
ઘી અસલી છે કે નકલી તે જાણવા માટે, એક ગ્લાસમાં પાણી લો, પછી તેમાં એક ચમચી ઘી નાખીને છોડી દો. જો ઘી પાણીમાં તરે તો આ ઘી શુદ્ધ છે.
અસલી ઘી ચકાસવા પહેલા ઘી ગરમ કરો અને પછી તે ઘીને રેફ્રિજરેટરમાં રાખો. જો તેના ઉપર એક અલગ પડ બને તો તેનો અર્થ એ છે કે તે ઘી શુદ્ધ છે.
એક વાસણમાં ઘી લો અને તેમાં આયોડિનના થોડા ટીપાં નાખીને 20 મિનિટ સુધી છોડી દો જો ઘી લાલ કે વાદળી રંગનું દેખાય તો તે ઘી ભેળસેળવાળું છે.
ઘી અસલી તે ચકાસવા ઘીને હથેળી પર લો જો તે શુદ્ધ દેશી ગાયનું ઘી હશે તો તે જરૂર થી પીગડશે.
ઘીમાં ખાંડને સારી રીતે મિક્સ કરી થોડી વાર રાખો. જો થોડી વાર પછી ઘીનો રંગ લાલ થઈ જાય તો તે ઘી નકલી છે.