દરેક ઘરમાં રોજના ભોજનમાં રોટલીનો સમાવેશ થાય છે.

શુદ્ધ ઘઉંના લોટમાંથી બનેલી રોટલી સ્વાસ્થ્ય માટે પોષક હોય છે.

સામાન્ય રીતે, રોટલીને તવામાંથી ગેસની આંચ પર સીધી રાંધવામાં આવે છે.

શું તમે જાણો છો કે ગેસની આંચ પર રોટલી બનાવવી કેટલું નુકસાનકારક હોય છે?

અભ્યાસ અનુસાર, ગેસ કાર્બન મોનોકસાઈડ અને વાયુ પ્રદૂષકોને મુક્ત કરે છે.

તેનાથી શ્વસન સંબંધિત રોગો, હાર્ટ પ્રોબ્લેમ, અને કેન્સર વગેરેનું જોખમ વધી શકે છે.

સ્વસ્થ રહેવા માટે તમારે રોટલીને કપડાથી દબાવીને તવા પર જ રાંધવી જોઈએ.

તવા પર રોટલી શેકવાથી ફાઇબર, પ્રોટીન વગેરે પોષક તત્વોનો નાશ નથી થતો.

આ સિવાય તવા પરની ગરમી ચારે બાજુ એકસરખી રહે છે, જેના કારણે રોટલી બળતી નથી.