યુરોપિયન દેશ વેટિકન સિટીની સેના વિશ્વની સૌથી નાની સેના હોવા છતાં તેને દર મહિને ખૂબ જ ઊંચો પગાર મળે છે.

અહીંના સૈન્યના સૈનિકોને સ્વિસ ગાર્ડ કહેવામાં આવે છે અને આ સૈનિકો પોપ (રોમન કેથોલિક ચર્ચના મુખ્ય પાદરી)ની સુરક્ષા માટે તૈનાત હોય છે.

સેનામાં માત્ર 135 સૈનિકો છે અને આ સૈનિકો પોપાની રક્ષા માટે પોતાનું બલિદાન આપવાના શપથ લે છે.

સ્વિસ ગાર્ડના યુનિફોર્મમાં પીંછાવાળા હેલ્મેટ, સફેદ કોલર, રંગીન અને પુફડ સ્લીવ્સ તેમજ લાલ, પીળો અને વાદળી વર્દીનો સમાવેશ થાય છે.

આ સેનામાં ભરતી માટે શરત એ છે કે પુરુષોની ઉંમર 19 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, 5 થી 7 ફૂટ હાઈટ હોવી જોઈએ અને લગ્ન કરેલા ન હોવા  જોઈએ.

આ રક્ષકો 6 કલાકની પાળીમાં કામ કરે છે, ક્યારેક તો 12 કલાકની પાળીમાં પણ કામ કરતા હોય છે.

સૈનિકો દર મહિને લગભગ 1 કરોડ રૂપિયા કમાય છે અને રજા દરમિયાન વેટિકનની બહાર જવાની સ્વતંત્રતા પણ ધરાવે છે.

હેલબર્ડ આ સૈન્યનું પરંપરાગત શસ્ત્ર છે, પરંતુ સૈનિકોને તાજેતરમાં રજૂ કરાયેલ સ્ટન ગન (Stun Gun) સહિત નાના આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવે છે.