આપણા દેશમાં મતદારોને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે.

કારણ કે, દેશ કે રાજ્યની સરકાર તેમના મતદાનથી જ બને છે.

પરંતુ, શું તમે જાણો છો કે દેશમાં પહેલો મત કોણે આપ્યો?

તમને જણાવી દઈએ કે 'શ્યામ સરન નેગી' સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતા હતા.

બ્રિટિશ શાસનના અંત પછી સામાન્ય ચૂંટણીમાં તેમનો પ્રથમ મત પડ્યો હતો.

દેશમાં પહેલી લોકસભા ચૂંટણી ફેબ્રુઆરી 1952માં યોજાઈ હતી.

પરંતુ, 'શ્યામ સરન નેગી'એ પાંચ મહિના અગાઉ સેપ્ટમ્બર 1951માં પોતાનો મત આપ્યો હતો.

કારણ કે, કિન્નોરમાં ભારે હિમવર્ષાના કારણે મતદાન પહેલા જ થઈ ગયું હતું.

અને ચૂંટણી ફરજના કારણે તેમણે સવારે 6:15 વાગે મતદાન કર્યું હતું.