અશ્વિનના તે 5 રેકોર્ડ જેને તોડવો ખૂબ જ મુશ્કેલ છે

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચમાં ભારતીય ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને આંતરારાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે.

અશ્વિને ભારત માટે સેંકડો મેચ રમી હતી અને ટીમને ઘણી મેચ જીતવવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આજે અને તમને અશ્વિનના એવા રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ, જેને તોડવા ખૂબ મુશ્કેલ છે.

ભારત માટે ટેસ્ટ મેચની એક ઈનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. 

રવિચંદ્રન અશ્વિન શ્રીલંકાના દિગ્ગજ બોલર મુથૈયા મુરલીધર સાથે મળીને 11 વખત પ્લેયર ઑફ ધ સિરીઝ જીત્યો છે.

ભારત માટે ટેસ્ટમાં સૌથી ઝડપી 300 વિકેટનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. તેણે 54 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

અશ્વિને ઘરઆંગણે 475 વિકેટ લીઘી, જે ભારતીય બોલર દ્રારા લેવામાં આવેલી બીજી સૌથી વધુ વિકેટ છે. તે અનિલ કુંબેલથી 1 વિકેટ પાછળ રહ્યો, જેણે 476 વિકેટ લીઘી હતી.

અશ્વિનના નામે 537 ટેસ્ટ વિકેટ છે, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય દ્રારા લાવામાં આવેલી બીજી સૌથી વધુ વિકેટ છે.