જો તમારો Iphone 80% ચારજિંગ પર બંધ થઈ રહ્યો છે તો તમારે ગભરાવાની જરૂર નથી. આ સમસ્યા ઘણા લોકો સાથે છે.

આ સમસ્યા ઓપ્ટિમાઇઝ બેટરી ચારજિંગ સમસ્યા હોવાનું કહેવાય છે. આ IOS 13 માં જોવા મળી રહ્યું છે.

આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે લોકો લાંબા સમય સુધી Iphone ને ચારજિંગ પર રાખવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

આ સમસ્યામાં ફોનની બેટરી 100 ટકા સુધી પહોંચતા પહેલા જ ચારજિંગ બંધ થઈ જાય છે.

જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોવ અને ફોનની બેટરી 100 ટકા સુધી ચાર્જ કરવા માંગો છો, તો ચાલો જાણીએ તેના પદ્ધતિ શું છે...

Iphone માં આ સમસ્યાને ઉકેલવા માટે, ઓપ્ટિમાઇઝ્ડ બેટરી ચારજિંગ બંધ કરવું પડશે.

આ માટે, ફોનના સેટિંગ્સમાં જાઓ, બેટરી પર જાઓ, પછી બેટરી હેલ્થ અને ઓપ્ટિમાઇઝડ બેટરીના ટોગલ્સને બંધ કરો. અહીં  કાયમ માટે બંધ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

તમને જણાવી દઈએ કે જો ચારજિંગ દરમિયાન Iphone ખૂબ ગરમ થઇ જાય તો પણ બેટરી ફૂલ ચાર્જ થતી નથી. આવી સ્થિતિમાં ફોનને ચારજિંગમાંથી હટાવી દેવો જોઈએ.

આ સિવાય ઘણી વખત ખરાબ ચાર્જરને કારણે પણ Iphone ની બેટરી 80% પર બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં ચાર્જર ચેક કરો.