સલાડ બનાવવું હોય કે રાયતું , બંને કાકડી વિના અધૂરા લાગે છે.

જેમ બટેટા શાકભાજીનો રાજા છે અને કેરી ફળોનો રાજા છે, તેવી જ રીતે કાકડીને સલાડનો રાજા કહી શકાય.

વાસ્તવમાં, કાકડીમાં 96 ટકા પાણી હોય છે, જે તમને કાળઝાળ ગરમીમાં ફ્રેશ રાખે છે અને શરીરને હાઇડ્રેટેડ પણ રાખે છે.

ઘણા લોકો એવા હોય છે જે દરેક પરિસ્થિતિમાં જમવા સાથે કાકડી ખાય છે. પછી તે લંચ હોય કે ડિનરનો સમય.

પરંતુ કડવી કાકડી મોંનો સ્વાદ તેમજ મૂડ પણ બગાડી નાખે છે.

તો ચાલો જાણીએ એક એવી ટિપ્સ જેનાથી તમે કાકડી ખરીદતી વખતે   તે કડવી છે કે નહિ તે સરળતાથી જાણી શકશો.....

જ્યારે પણ તમે કાકડી ખરીદો છો ત્યારે તમારે તેની સાઈઝનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હંમેશા મધ્યમ કદની કાકડી ખરીદો.

જે કાકડી ખૂબ કડક હોય છે તે ફ્રેશ હોય છે. તેથી હંમેશા આ રીતેજ કાકડી ખરીદો.

જો કાકડી આછા પીળા રંગની હોય તો તે વાસી હોઈ શકે છે. આ સિવાય કાકડી કાપેલી હોય તો પણ તેને ખરીદશો નહીં સાથેજ જો કાકડી પર સફેદ રેખાઓ દેખાતી હોય તો તેનાથી પણ બચવું જોઈએ.