જીન્સ એ એવરગ્રીન આઉટફિટ છે, જે ક્યારેય ફેશનની બહાર જતું નથી.

જીન્સના વિવિધ રંગો, શેડ્સ અને ડિઝાઇન લોકોના કલેક્શનમા જોઈ શકાય છે. પરંતુ ઘણા લોકો વારંવાર ફરિયાદ કરે છે કે તેમના જીન્સ નવા  દેખાતા નથી. થોડા સમય પછી તેઓ જૂના અને ફેડેડ થઈ જાય છે.

 આવી સ્થિતિમાં, જો તમે તમારા જીન્સને એકદમ નવું રાખવા માંગો છો, તો ચાલો જાણીએ શાનદાર હેક્સ, જેની મદદથી તમે તમારા જીન્સની સંભાળ રાખી શકશો....

ઘણા લોકો જીન્સ પરથી ડાઘ દૂર કરવા માટે બ્લીચનો ઉપયોગ કરે છે.  જેના ઉપયોગથી જીન્સનો રંગ બગડી શકે છે. તેથી જો જીન્સ પર ડાઘ હોય તો, ફક્ત લિક્વિડ  ડિટરજન્ટનો ઉપયોગ કરો.

કેટલાક લોકો તેમના જીન્સને ધોયા પછી તેને ડ્રાયરમાં મૂકીને સૂકવે છે, પરંતુ આવું બિલકુલ ન કરો. જીન્સને ધોયા પછી તેને ઝડપથી સૂકવવા માટે તેને તાર પર સૂકવો.

જો તમે પણ તમારા જીન્સને ઈસ્ત્રી કરો છો, તો આવું કરવાનું ટાળો. કારણ કે જીન્સની પોતાની ઇલાસ્ટીસીટી હોય છે. અને જ્યારે તમે જીન્સને આયર્ન કરો છો, તો તેની ઇલાસ્ટિસિટી બગડી જાય છે . 

જીન્સને ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઈએ. જીન્સને હંમેશા ઠંડા પાણીથી સાફ કરવું જોઈએ.