કોઈને જોઈને અચાનક ધબકારા વધી જાય, ક્યારેક કોઈને જોવા માટે સતત ઈચ્છા થાય, કોઈનો અવાજ સાંભળીને પણ ચહેરા પર સ્માઇલ આવી જાય.... આ બધા એવા અનુભવ છે જે દરેકને તેના જીવનમાં થાય છે.

પરંતુ શું તમને ખબર છે કે કોઈ ખાસ વ્યક્તિ પ્રત્યે આ પ્રકારની લાગણી શા માટે થાય છે ?

આવું થવાની પાછળ પ્રેમનો ફોર્મ્યુલા કામ કરે છે. તો ચાલો જાણીએ તે ફોર્મ્યુલા વિશે

ફિઝિકલ એક્ટિવિટી

સૌથી પહેલા તો વ્યક્તિની શારીરિક બનાવટ મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે સ્વસ્થ, તંદુરસ્ત અને આકર્ષક દેખાતા લોકો તરફ આકર્ષણ ઝડપથી થાય છે.

કેમિકલ રિએકશન

જ્યારે તમે કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થાવ છો તો મગજમાં ડોપામાઈન, નોરપેનેફ્રિન અને સેરોટોનિન જેવા રસાયણના સ્તર વધી જાય છે. આ રસાયણ ખુશી, ઉત્સાહ અને એનર્જીનો અનુભવ કરાવે છે.

સમાનતા

રિસર્ચ અનુસાર ઘણીવાર એવા લોકો પ્રત્યે આકર્ષણ થાય છે જેમનામાં સમાનતા વધારે હોય. જેમકે વ્યક્તિના રસના વિષય, વિચારધારા અને સોશિયલ બેકગ્રાઉન્ડ એક સમાન હોય.

નિકટતા

જે લોકો સાથે વધારે સમય પસાર કરવામાં આવે છે તેમની વચ્ચે પ્રેમની સંભાવના વધી જાય છે. કારણ કે તેઓ વધારે સમય સાથે રહેતા હોવાથી ઝડપથી એકબીજાને ઓળખે છે અને નજીક આવે છે.

કમિટમેન્ટ

પ્રેમ ફક્ત આકર્ષણ સુધી મર્યાદિત નથી. તેમાં લોન્ગ ટર્મ સંબંધો જાળવી રાખવાની ઈચ્છા પણ હોય છે. જેમાં વફાદારી, સમ્માન અને વિશ્વાસન સમાવેશ થાય છે.