રોજ સવારે ઓફિસ જતાં પહેલાં જ અડધો મેકઅપ ઉતરી જાય છે.

જો કે, આજકાલ દરેક યુવતી આ પરેશાની ફેસ કરી રહી છે. ગરમી અને ભેજના લીધે મેકઅપ કરવો એ ચેલેન્જિગ બની ગયું છે.

આજકાલ દુકાનોમાં સમર કલેક્શનની ઘણી બધી પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે.

પરંતુ આ પ્રોડક્ટ્સને એપ્લાય કર્યા બાદ પણ મેકઅપ ફ્લૉલેસ રહેતો નથી.

તો ચાલો જાણીએ કે, ગરમીની સિઝનમાં મેકઅપ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે, તે માટે જરૂરી છે કે તમે તમારી સ્કિન પર સારો બેઝ તૈયાર કરી લો.

તે પહેલાં કોઈપણ માઇલ્ડ ક્લિન્ઝરથી સ્કિનને સાફ કરો અને કોઈ SPF વાળું લાઇટ મોઈશ્ચરાઈઝર લગાડો.

ગરમીમાં હેવી ફાઉન્ડેશનથી બચો. સારું રહેશે કે તમે ટીન્ટેડ મોઈશ્વરાઈઝર, BB ક્રીમ અથવા વોટર બેઝ્ડ ફાઉન્ડેશનથી સ્કિન પર કવરેજ આપો.

મેકઅપ કરતી વખતે સેટિંગ પાવડરનો ઉપયોગ કરો અને તેને તમારા ટી-ઝોન અને પરસેવાવાળી જગ્યા પર અપ્લાય કરો.

આ રીતે ચહેરા પર મેકઅપ આખો દિવસ સેટ રહેશે.