અભિનેતા વરુણ ધવન ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. તેની પત્ની નતાશા દલાલ ગર્ભવતી છે. ઘરમાં આવનાર નાના મહેમાનને લઈને વરુણ અને નતાશા, બન્ને ઉત્સાહિત છે.

અભિનેતા મંગળવારે ક્લિનિકની બહાર જેવા મળ્યો હતો. વરુણને અહીં જોવા મળતા જ પેપ્સના ગ્રૂપએ તેને ઘેરી લીધો હતો.

પરંતુ એવું લાગે છે કે અભિનેતાને પેપ્સ તેને આ રીતે કેપ્ચર કરે તે પસંદ નહોતું. કારણ કે વરુણ ગુસ્સામાં જોવા મળ્યો હતો.

તે ગુસ્સે થઈ જાય છે અને ફોટોગ્રાફરને કહે છે- હું ડોકટર પાસે જાઉં છું, શું તમે પણ અંદર આવવા માંગો છો?

આમ કહીને અભિનેતા ક્લિનિકની અંદર જાય છે. હવે સોશિયલ મીડિયા પર વરુણ ધવનનો આ વીડિયો જોઈને યુઝર્સની મિક્સ પ્રતિક્રિયા મળી રહી છે.

કેટલાક લોકો માને છે કે પેપ્સ માટે હંમેશા સેલિબ્રિટીને કેપ્ચર કરવું વિચિત્ર છે. સેલેબ્સને થોડી પ્રાઇવેસી આપવી જોઈએ.

તો બીજી તરફ ઘણા યુઝર્સ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત જેવા મળ્યા હતા. તે કહે છે કે અભિનેતાને શું થયું છે કે તેને ડોકટર પાસે જવું પડ્યું.

વાસ્તવમાં, વરુણ હંમેશા ચિલ મૂડમાં જોવા મળે છે. તેના પેપ્સ સાથે સારા રિલેશન છે. પરંતુ આજે અભિનેતાને શું થયું એ તો ફક્ત તેઓ જ જાણે છે.

તમને જણાવી દઈએ કે વરુણ અને નતાશાએ 2021માં લગ્ન કર્યા હતા. હવે 3 વર્ષ પછી તેમના ઘરમાં ટૂંક સમયમાં હાસ્ય ગુંજવા જઈ રહ્યું છે.