મંકીપોક્સ એક ગંભીર ચેપી રોગ છે જે આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. મંકીપોક્સ વાયરસ સૌપ્રથમ 1958માં વાંદરામાં જોવા મળ્યો હતો.

મંકીપોક્સ માટે WHOએ પ્રથમ રસી મંજૂર કરી છે, જે 82% કારગર હોવાનો દાવો કરાયો છે. આફ્રિકા અને આસપાસનાં દેશોમાં Mpox રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.

મંકીપોક્સ કેવી રીતે ફેલાય છે?

મંકીપોક્સ કેવી રીતે ફેલાય છે?

ચેપગ્રસ્ત વ્યક્તિ કપડાં, ટુવાલ વગેરેના સંપર્કમાં આવવાથી, વ્યક્તિની ખાંસી, છીંકથી આ રોગ ફેલાઈ શકે છે.

મંકીપોક્સ વાયરસનાં લક્ષણો

મંકીપોક્સ વાયરસનાં લક્ષણો

તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો થવો, સ્નાયુઓ દુખવા, થાક લાગે. 

શરીર પર લાલ ફોલ્લીઓ થાય. આ ફોલ્લીઓ શરીરના ગમે તે અંગ પર થઈ શકે.

મંકીપોક્સથી કેવી રીતે બચશો?

મંકીપોક્સથી કેવી રીતે બચશો?

પૂરતો આરામ કરવો, પુષ્કળ માત્રામાં પાણી પીવું, રોગગ્રસ્ત વ્યક્તિએ ભીડમાં ન જવું, અસરગ્રસ્ત વિસ્તારમાં જવાનું ટાળવું, તબીબોની સલાહ લેવી.