ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જઈશું? ના! ચાણક્ય મુજબ આ 3 વસ્તુઓ મૃત્યુ પછી પણ સાથે આવે છે
આપણે કહીએ છીએ કે માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે, સિકંદર પણ કશું સાથે નહોતો લઈ ગયો.
પરંતુ આચાર્ય ચાણક્ય કહે છે કે 3 વસ્તુઓ એવી છે જે માણસના મૃત્યુ પછી પણ તેની સાથે જ જાય છે.
ચાણક્ય નીતિ મુજબ, તમારું ધન ઘરમાં જ રહી જાય છે અને સગા-સંબંધીઓ સ્મશાન સુધી જ સાથ આપે છે. શરીર બળીને રાખ થઈ જાય છે. તો સાથે શું જાય છે?
ચાણક્ય કહે છે કે વ્યક્તિએ મેળવેલું સાચું જ્ઞાન અને સંસ્કાર આત્મા સાથે જાય છે. જ્ઞાન એક એવી સંપત્તિ છે જે કોઈ ચોરી શકતું નથી કે કોઈ છીનવી શકતું નથી.
તમે જીવનભર જે સારા કે ખરાબ કર્મો કર્યા છે, તેનો હિસાબ તમારી સાથે જાય છે. તમારા કર્મો જ નક્કી કરે છે કે આગળની સફર કેવી હશે.
તમે નિસ્ સ્વાર્થ ભાવે કરેલું દાન અને પાળલો ધર્મ હંમેશા તમારું રક્ષણ કરે છે. પરલોકમાં માત્ર તમારી ઉદારતા અને ભલાઈ જ સાક્ષી બને છે.
એટલે જ ચાણક્ય કહે છે કે સંપત્તિ ભેગી કરવા કરતા સારા કર્મો અને જ્ઞાન ભેગું કરવામાં ધ્યાન આપવું જોઈએ, કારણ કે અંતે તો એ જ 'સાચી કમાણી' છે.