હિંદુ ધર્મમાં પૂજાનું ઘણું મહત્વ છે. ભાગ્યે જ કોઈ સનાતની હશે જે પૂજા કે ભગવાનમાં માનતો નથી. દરેક ઘરમાં દરરોજ પૂજા થાય છે.

પૂજા દરમિયાન અનેક એવા સંકેતો જોવા મળે છે જે દર્શાવે છે કે આપણી પૂજા સફળ થઈ છે કે નહીં, પંરતુ આપણે આ સંકેતોને ઇગ્નોર કરીએ છીએ.

પૂજા કરતી વખતે તમને જે સંકેતો મળે છે તેના પરથી તમે જાણી શકો છો કે તમારી પૂજા સફળ થઈ છે કે નહીં. તો શું છે આ સંકેત અને તેનો અર્થ?

પૂજા દરમિયાન જો તમારી આંખમોમાંથી આંસુ વહે છે તો તેનો અર્થ એ છે કે તમારું દુઃખ અને દર્દ ભગવાન સુધી પહોંચી ગયું છે અને તે જલ્દી સમાપ્ત થવાનું છે.

જો પૂજા કે આરતી વખતે તમારો હાથ બળી જાય તો તેનો અર્થ એ છે કે ભગવાનની પૂજા કરતી વખતે તમે ભૂલ કરી છે. તો તેમાં સુધારો કરો.

જો તમને પૂજા દરમિયાન બગાસું આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે નકારાત્મક ઉર્જાથી ભરેલા છો  અથવા ખરાબ વિચારોને કારણે પણ બગાસું આવી શકે છે.

જો પૂજા દરમિયાન દિવાની જ્યોતિ ઉપરની તરફ થવા લાગે તો સમજવું કે ભગવાન તમારું પૂજા સ્વીકારી લીધી છે.

જો પૂજા કરતી વખતે ઘરમાં કોઈ મહેમાન આવે તો તેનો અર્થ એ છે કે, ભગવાન તમારી પૂજાથી ખૂબ જ ખુશ છે. આ રીતે પૂજા સફળ માનવામાં આવે છે.