શું છે વ્હાઈટ પાસપોર્ટ? 99% લોકોને નથી ખબર કે આ કોને મળે છે
આપણે સામાન્ય રીતે બ્લુ કલરનો પાસપોર્ટ જોયો છે, પણ શું તમે જાણો છો કે ભારતમાં સફેદ રંગનો પાસપોર્ટ પણ હોય છે?
ભારતમાં મુખ્યત્વે બ્લુ, વ્હાઈટ, મરૂન અને ઓરેન્જ કલરના પાસપોર્ટ આપવામાં આવે છે. દરેકનો ઉપયોગ અલગ-અલગ લોકો માટે હોય છે.
વ્હાઈટ પાસપોર્ટ માત્ર સરકારી કામકાજ માટે વિદેશ જતા ભારતીય અધિકારીઓને જ આપવામાં આવે છે.
આ પાસપોર્ટ ખાસ કરીને IAS અને IPS જેવા ઉચ્ચ અધિકારીઓ અથવા સરકારી પ્રતિનિધિઓ માટે હોય છે, જ્યારે તેઓ ભારત સરકાર વતી વિદેશ પ્રવાસે જતા હોય.
એરપોર્ટ પર કસ્ટમ અને ઈમિગ્રેશન ચેકિંગ વખતે આ પાસપોર્ટ ધારકોને અલગ ઓળખ મળે છે અને તેમને સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઊભા રહેવું પડતું નથી.
વ્હાઈટ પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા સામાન્ય બ્લુ પાસપોર્ટ કરતાં તદ્દન અલગ હોય છે. આ માટે ખાસ સરકારી મંજૂરીની જરૂર પડે છે.
જ્યારે મરૂન પાસપોર્ટ ડિપ્લોમેટિક અધિકારીઓ (જેમ કે રાજદૂતો) માટે હોય છે અને બ્લુ પાસપોર્ટ સામાન્ય જનતા માટે હોય છે.
આમ, વ્હાઈટ પાસપોર્ટ એ શક્તિશાળી સરકારી હોદ્દા અને જવાબદારીનું પ્રતીક માનવામાં આવે છે.