એક્સપાયરી, બેસ્ટ બિફોર કે યૂઝ બાય ડેટ એટલું શું? જાણો સાચો અર્થ

આપણે જ્યારે માર્કેટમાંથી કોઇ પેકેટ ખરીદીએ છીએ ત્યારે તેમાં એક્સપાયરી ડેટ, બેસ્ટ બિફોર અને યૂઝ બાયમાંથી કંઇક તો લખેલું હોય છે.

એક્સપાયરી ડેટ કદાચ તમને સમજ આવી જશે, પરંતુ મોટાભાગના લોકો બેસ્ટ બિફોર અને યૂઝ બાયમાં કન્ફ્યૂઝ થઇ જાય છે.

જો તમને પણ તેનો અર્થ ખબર નથી તો ગભરાશો નહીં. આજે અમે તમને આ ત્રણેયનો અર્થ અને તફાવત જણાવીશું.

એક્સપાયરી ડેટ

કોઈપણ ઉત્પાદન પર એક્સપાયરી ડેટ આ માટે મૂકવામાં આવે છે જેથી તે ચોક્કસ તારીખ પછી ઉપયોગમાં ન લવાય અને તે ઉત્પાદનનો ઉપયોગ કરવાનો છેલ્લો દિવસ છે.

મોટાભાગે આવી તારીખો દવાઓ, ડેરી ઉત્પાદનો અને નાશવંત વસ્તુઓ પર લખેલી હોય છે. એક્સપાયર થયેલી વસ્તુઓ ખાવાથી પણ ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે.

બેસ્ટ બિફોર ડેટ

બેસ્ટ બિફોર ડેટ એ દિવસ છે જે પછી ઉત્પાદનની ગુણવત્તા બગડવાનું શરૂ થાય છે, એટલે કે તેની સુગંધ અને સ્વાદમાં ફેરફાર થાય છે.

બેસ્ટ બિફોર ડેટનો અર્થ એ નથી કે આ તારીખ પછી ઉત્પાદન સંપૂર્ણપણે ખરાબ થઈ જશે. હા, એ વાત ચોક્કસ છે કે તે પહેલા જેવું રહેશે નહીં.

પરંતુ સહેજ પણ ગંધ કે ફૂગ હોય તો આવી વસ્તુઓનો ઉપયોગ બિલકુલ ન કરો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.