ભાત ખાવાનો સૌથી સાચો અને યોગ્ય સમય કયો છે?
ભાત ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય બપોરનો એટલે કે લંચનો માનવામાં આવે છે.
બપોરના સમયે આપણા શરીરનું પાચનતંત્ર એકદમ ઝડપી અને સક્રિય હોય છે.
આથી બપોરે ભાત ખાવાથી તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ સરળતાથી પચી જાય છે.
શરીરને આખો દિવસ કામ કરવા માટે ભાતમાંથી ભરપૂર એનર્જી મળી રહે છે.
બીજી તરફ, રાત્રે આપણું મેટાબોલિઝમ અને પાચનક્રિયા ખૂબ ધીમી પડી જાય છે.
આ કારણસર રાત્રે ભોજનમાં ભાત ખાવાનું હંમેશા ટાળવું જોઈએ તેવું નિષ્ણાતો માને છે.
રાત્રે ભાત ખાવાથી શરીરમાં ચરબી જમા થાય છે અને વજન ઝડપથી વધવા લાગે છે.
જો તમારે રાત્રે ભાત ખાવા જ હોય તો સૂવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા જમી લેવા.
આ જાણકારી માત્ર સામાન્ય માહિતી પર આધારિત છે. મંતવ્ય ન્યૂઝ આ માહિતીની પુષ્ટિ કરતું નથી.