વિશ્વની સૌથી મોંઘી ચા કઈ છે? જેની કિંમત કરોડોમાં છે

ચીનમાં મળતી 'ડા હોંગ પાઓ' ચા વિશ્વની સૌથી મોંઘી ચા માનવામાં આવે છે.

આ ચાની કિંમત એટલી વધારે છે કે તેના 1 કિલોગ્રામ માટે લગભગ 9 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.

કહેવાય છે કે આ ચાના માત્ર ગણ્યાગાંઠ્યા મૂળ છોડ જ બચ્યા છે, જે સેંકડો વર્ષ જૂના છે.

આ ચાનો સ્વાદ અને સુગંધ અન્ય સામાન્ય ચા કરતા તદ્દન અલગ અને લાંબા સમય સુધી ટકી રહે તેવી હોય છે.

પ્રાચીન સમયમાં આ ચા માત્ર ચીનના રાજા-મહારાજાઓ અને ખાસ મહેમાનો માટે જ રાખવામાં આવતી હતી.

આ ચાના પાંદડા તોડવાની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ અને પરંપરાગત રીતે કરવામાં આવે છે.

તેની અછત અને ઔષધીય ગુણોને કારણે આ ચા હરાજીમાં કરોડોની કિંમતે વેચાય છે.