12મા પછી શું કરવું? સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ્સ માટે આ છે 'બેસ્ટ કરિયર ઓપ્શન'!
બોર્ડની પરીક્ષા પછી સૌથી મોટું ટેન્શન એ હોય છે કેઆગળ શું કરવું? ગાડરિયા પ્રવાહમાં જવાને બદલે આ ટોપ કોર્સ પર એક નજર નાખો.
જો તમે સાયન્સ લીધું છે, તો માત્ર એન્જિનિયર કે ડોક્ટર બનવું જરૂરી નથી. તમે 'ડેટા સાયન્ટિસ્ટ', 'પાયલોટ', 'આર્કિટેક્ચર' કે 'ફોરેન્સિક સાયન્સ' માં પણ જબરદસ્ત કરિયર બનાવી શકો છો.
કોમર્સ એટલે માત્ર CA કે CS નહીં! હવેના જમાનામાં 'ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ', 'ફાઈનાન્શિયલ એનાલિસ્ટ', 'હોટેલ મેનેજમેન્ટ' અને 'BBA-MBA' ની ડિમાન્ડ અને પગાર બંને ખૂબ વધારે છે.
આર્ટ્સને લોકો હળવાશથી લે છે, પણ સરકારી નોકરીની તૈયારી માટે આ બેસ્ટ છે. આ સિવાય 'જર્નાલિઝમ', 'લો (Law)', 'ફેશન ડિઝાઈનિંગ' અને 'સાયકોલોજીમાં હાઈ સેલેરી મળે છે.
સ્ટ્રીમ કોઈ પણ હોય, પણ 'ગ્રાફિક ડિઝાઈનિંગ', 'ડિજિટલ માર્કેટિંગ', 'એનિમેશન' અને 'ફોટોગ્રાફી' જેવા ક્રિએટિવ કોર્સ કરીને તમે આજે લાખો કમાઈ શકો છો.
યાદ રાખો, મિત્રો કરે તે કોર્સ કરવાને બદલે, જેમાં તમને સાચો રસ હોય તે જ ક્ષેત્ર પસંદ કરજો. સફળતા ડિગ્રીથી નહીં પણ ટેલેન્ટથી મળે છે!