દેશભરમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ આ વરસાદ જ્યારે કાળઝાળ ગરમીમાંથી રાહત આપી રહ્યો છે ત્યારે મુશ્કેલી પણ ઉભી કરી રહ્યો છે.

ભારે વરસાદના કારણે, ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળે છે. જેના કારણે રોડ પર પાર્ક કરેલી ગાડીઓમાં પણ વરસાદી  પાણી ઘુસી જાય છે.

આવી સ્થિતિમાં, જો વરસાદનું પાણી તામરી કારમાં ઘુસી ગયું છે, તો તમે તમારી કારણ કેબીન અથવા આંતરિક ભાગને કેવી રીતે સુકવી શકો છો. ચાલો જાણીએ સરળ ઉપાય....

જો કારની કેબિનમાં પાણી ઘૂસ્યું   હોય, તો તેનો અર્થ એ છે કે એન્જીનના ડબ્બામાં પાણી પ્રવેશ્યું હશે. આવી સ્થિતિમાં, કારનું ઇગ્નિશન ચાલુ ન કરો. જેના કારણે શોર્ટ સર્કિટ થવાનો ભય છે.

વેક્યુમનો ઉપયોગ કરીને, પ્રથમ કેબિનમાંથી શક્ય તેટલું પાણી દૂર કરો. કેબિનમાં પાણીની સાથે કાદવ અને ગંદકી પણ જમા થઈ ગઈ હોય તેની શકયતાઓ છે.

પાણી બહાર કાઢ્યા પછી, મોટા સૂકા ટુવાલનો ઉપયોગ કરો. કેબિનના ખૂણાઓને ટુવાલ વડે લૂછીને, શક્ય તેટલા વિસ્તારમાંથી પાણી દૂર કરી શકાય છે. જેમ કે સીટની નીચે પેડલ વિસ્તાર વગેરે.

જ્યારે કેબિનમાંથી પાણી બહાર આવે, ત્યારે તેને નાની બેટરી ઓપરેટેડ પોર્ટેબલ ફેન વડે સુધી સુકવી દો. આમાં થોડો સમય લાગશે પરંતુ કેબિનને સૂકવવામાં મદદ મળશે.

વાહનમાં ડિહ્યુમિડીફાયર રાખો અને બારીઓ ઉપર ફેરવો. જો તમારી પાસે પોર્ટેબલ ડિહ્યુમિડીફાયર હોય, તો તેને તમારા વાહનની પાછળની સીટમાં મુકો અને બારી બંધ કરો.

આ ડિહ્યુમિડીફાયર કારની કેબિનની અંદરના ભેજને સૂકવવામાં પણ મદદ કરશે જે કાપડથી સાફ કર્યા પછી પણ રહી ગયું હતું.

આ સિવાય જો તમારી પાસે ડિહ્યુમિડીફાયર નથી, તો બેકિંગ સોડાનો ઉપયોગ કરો. બેકિંગ સોડા એ વધુ પડતા ભેજ માટેનો સસ્તો ઉપાય છે. ખાવાના સોડાના થોડા બોક્સ ખોલીને કેબિનમાં રાખો અને બારી બંધ કરો.

આ હોવા છતાં, જો કારમાં પાણી અથવા ભેજ રહે છે, તો તમે તેને સર્વિસ સેન્ટર પર લઈ જઈ શકો છો. જ્યાં તમારી કારની કેબિનને ડ્રાય ક્લીન કરાવીને તેને યોગ્ય રીતે સુકવી શકાય છે.