તમે બધા જાણતા જ હશો કે રામાયણમાં ભગવાન રામે રાજા જનકના સ્થાન પર આયોજિત સ્વયંવરમાં ધનુષ્ય તોડીને માતા સીતા સાથે લગ્ન લાર્ય હતા.

માતા સીતાના સ્વયંવરમાં ઘણા મહાન યોદ્ધાઓ આવ્યા અને આ ધનુષ્યને તોડવા તો દૂર, ઉપાડી પણ શક્ય નહિ અને હારનો સામનો કરવો પડ્યો.

જે ધનુષ્ય ભગવાન રામે તોડ્યું હતું. એ ધનુષ્યનું નામ બીજું કંઈ નહીં પણ 'પિનાક' હતું, જેને ભગવાન શિવે રાક્ષસોનો નાશ કરવા માટે બનાવ્યું હતું.

ભગવાન શિવે પિનાક ધનુષથી ત્રિપુરાસુરનો વધ કર્યો હતો. જ્યારે ત્રિપુરાસુરને ત્રણ મહાશક્તિઓ અને બ્રહ્મા તરફથી અમરત્વ પ્રાપ્ત થયું હતું.

ભોલેનાથ તેને દેવતાઓને સોંપી દીધુ હત. દેવતાઓએ તે રાજા જનકના પૂર્વજ રાજા ઇન્દ્રને આપ્યું હતું. રાજા જનકના પૂર્વજોમાં નિમિનો સૌથી મોટો પુત્ર દેવરાજ હતો.

શિવનું ધનુષ્ય રાજા જનક પાસે તેમના વારસા તરીકે સુરક્ષિત હતું. આ વિશાળ ધનુષ્ય ઉપાડવા માટે પણ કોઈ સક્ષમ ન હતું.

પછી ભગવાન રામે સીતાના સ્વયંવર દરમિયાન તેને ઉપાડ્યુ અને તેને એક જ ઝપટામાં તોડી નાખ્યો.