ટીવીની આ 7 'સંસ્કારી વહુઓ' અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? જાણો કેમ નથી કરતી સિરિયલો?

અક્ષરા, પ્રેરણા, ઈશિતા... એક સમયે આ પાત્રો ઘર-ઘરમાં જાણીતા હતા. પણ શું તમને નથી લાગતું કે ટીવીની આ સુપરસ્ટાર વહુઓ આજકાલ સિરિયલોમાંથી ગાયબ છે?

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની અક્ષરા એટલે કે હિના ખાન હવે ડેઈલી સોપથી દૂર છે. તેણે ટીવી છોડીને ફિલ્મો, વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

કસોટી જિંદગી કી'ની પ્રેરણા હજુ પણ એટલી જ ફિટ અને સુંદર છે, પણ તે હવે લાંબી સિરિયલો કરવાને બદલે 'ખતરોં કે ખિલાડી' જેવા રિયાલિટી શો અને વેબ સિરીઝ કરવાનું પસંદ કરે છે.

'યે હૈ મોહબ્બતેં'ની ઈશિતા ભલ્લા એટલે કે દિવ્યાંકા પણ ટીવી પર ઓછી દેખાય છે. તે હવે મ્યુઝિક વીડિયો અને હોસ્ટિંગમાં વ્યસ્ત છે અને સારા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.

સસુરાલ સિમર કા' ફેમ દીપિકા કક્કરે લગ્ન અને બાળક પછી ટીવીથી બ્રેક લીધો છે. તે હવે ફૂલ ટાઈમ 'વ્લોગર' બની ગઈ છે અને પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે.

ખુશી કુમારી ગુપ્તા' (સનાયા) અને 'મધુબાલા' (દ્રષ્ટિ) બંને બહેનપણીઓએ ટીવીના ઘસાઈ ગયેલા કન્ટેન્ટને છોડીને OTT પ્લેટફોર્મ પર દમદાર વેબ સિરીઝ કરવાનું શરૂ કર્યું છે.

નિયા શર્મા પણ ટીવી સિરિયલોથી દૂર મ્યુઝિક વીડિયો અને રિયાલિટી શોમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે.

આ અભિનેત્રીઓ માને છે કે ટીવી પર એકનું એક કામ કરવા કરતા વેબ સિરીઝ અને અન્ય માધ્યમોમાં કામ કરવું વધુ સારું છે. તમને આમાંથી કોની કમી સૌથી વધુ વર્તાય છે?