ધરતી પરથી સ્વર્ગ  તરફ જવાનો રસ્તો કયા આવેલો છે? 

કચ્છમાં આવેલો આ રસ્તો ખાવડાથી વિઘાકોટને જોડે છે, જે પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે.

લગભગ 30 કિલોમીટર લાંબો આ હાઈવે સફેદ રણની વચ્ચેથી પસાર થતો એક અદભૂત માર્ગ છે.

રસ્તાની બંને બાજુએ ફેલાયેલું સફેદ મીઠું જાણે આકાશ અને ધરતી એક થતા હોય તેવો ભાસ કરાવે છે.

આ રસ્તા પર મુસાફરી કરતી વખતે પ્રવાસીઓને સ્વર્ગમાં હોવાનો અહેસાસ થાય છે, તેથી તેને 'રોડ ટુ હેવન' કહેવાય છે.

ચોમાસા દરમિયાન જ્યારે રણ પાણીથી ભરાઈ જાય છે, ત્યારે આ નજારો વધુ મંત્રમુગ્ધ કરનારો લાગે છે.

આ હાઈવે ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઘણો મહત્વનો છે.

ફોટોગ્રાફી અને સોશિયલ મીડિયા રીલ્સ બનાવવા માટે આ સ્થળ હાલમાં પ્રવાસીઓનું હોટ ફેવરિટ સ્પોટ બન્યું છે.

જો તમે કચ્છના પ્રવાસે જાવ, તો આ અદભૂત રસ્તાની મુલાકાત લેવાનું ચૂકવા જેવું નથી.