કયા ડ્રાય ફ્રુટ્સ કેટલી માત્રામાં ખાવા જોઈએ?
દરરોજ થોડી માત્રામાં ડ્રાય ફ્રુટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પોષક તત્વોથી ભરપૂર આ ડ્રાય ફ્રુટ્સ શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
દિવસમાં કયા ડ્રાયફ્રૂટ્સ, ક્યારે અને કેટલી માત્રામાં ખાવા જોઈએ તે જાણો.
1. બદામ
બદામ પ્રોટીન, ફાઇબર અને વિટામિન E થી ભરપૂર. હૃદય, મગજ અને ત્વચા માટે ફાયદાકારક હોય છે બદામ દિવસમાં 5-7 ખાવા જોઇએ.
2. અખરોટ
ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર અખરોટ, જે મગજ અને હૃદયને સ્વસ્થ રાખે છે. અખરોટ દિવસમાં 2-3 ખાવા જોઇએ.
3. કાજુ
કાજુમાં મેગ્નેશિયમ, આયર્નનો સારો સ્ત્રોત હોય છે, જે હાડકા અને લોહીના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કાજુ દિવસમાં 4-5 ખાવા જોઇએ.
4. પિસ્તા
પ્રોટીન, ફાઇબર અને વિટામિન B6 થી ભરપૂર પિસ્તા, જે પાચનતંત્ર, હૃદયને સ્વસ્થ રાખે છે. પિસ્તા દિવસમાં 5-7 ખાવા જોઇએ.
5. કિસમિસ
આયર્ન અને ફાઇબરથી કિસમિસ ભરપૂર, જે પાચન અને રક્ત પરિભ્રમણને સુધારે છે. કિસમિસ દિવસમાં 10-15 ખાવા જોઇએ.
6. અંજીર
અંજીર કબજિયાત દૂર કરે છે, હાડકાં મજબૂત બનાવે છે. અંજીર 1-2 ખાવા જોઇએ.
7. જરદાળુ
આયર્નથી ભરપૂર જરદાળુ ખાવાથી આંખોની રોશની સુધરે છે. જરદાળુ 2 થી 3 ટુકડા ખાવા જોઇએ.
8. ખજૂર
ખજૂરમાં ફાઇબર અને આયર્નનો સારો સ્ત્રોત છે, તેને ખાવાથી હિમોગ્લોબિન વધે છે અને ઉર્જા મળે છે. ખજૂર 1-2 ખાવા જોઇએ.
9. મખાના
એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર, મખાના વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 1 કપ મખાણા (શેકેલા) ખાવા જોઇએ.
10. મુનક્કા
મુનક્કા એનિમિયા દૂર કરે છે, પાચનતંત્રમાં સુધારો કરે છે, ગળાના દુખાવામાં રાહત આપે છે. દરરોજ 4 થી 5 મુનક્કા ખાવા જોઇએ.