બંને ફળો છે ખૂબ જ ફાયદાકારક

ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે આ બે ફળમાંથી તમારે કયું ફળ પંસદ કરવું જોઈએ......

શરીરને રાખવું હાઇડ્રેટેડ

તરબૂચ હોય કે શક્કરટેટી, બંને ફળ તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

તરબૂચમાં પાણીનું પ્રમાણ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તરબૂચમાં 92% થી વધુ પાણી જોવા મળે છે.

શક્કરટેટીમાં પાણીનું પ્રમાણ

શક્કરટેટીમાં 90% પાણી હોય છે, જે તરબૂચ કરતા થોડું ઓછું હોય છે.

તરબૂચમાં જોવા મળતા તત્વો

તરબૂચમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન-C અને વિટામિન-A જેવા ફાયદાકારક તત્વો સારી માત્રામાં હોય છે.

શક્કરટેટીમાં જોવા મળતા તત્વો

તમને જણાવી દઈએ કે શક્કરટેટીમાં વિટામિન-A અને વિટામિન-C જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

તરબૂચ ક્યારે ખાવું જોઈએ?

જો તમારે ડિહાઇડ્રેશન માટે આ બેમાંથી કોઈ એક ફળ પંસદ કરવાનું હોય તો તમારે તમારા ડાયટમાં તરબૂચનો સમાવેશ કરવો જોઈએ.

શક્કરટેટી ક્યારે વધુ ફાયદાકારક છે?

જો તમારું ધ્યાન ત્વચાના સ્વાસ્થ્યને સુધારવાનું છે તો શક્કરટેટીનું સેવન વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ઉનાળામાં વરદાન સાબિત થશે

તરબૂચ અને શક્કરટેટી બંને ફળો ઉનાળામાં તમારા એકંદર સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી.