ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી શરીરને તમામ પોષક તત્વો સરળતાથી મળી જાય છે.

દરરોજ મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાવાથી, તમે વિટામિન E અને ઓમેગા-3 ફેટી એસિડ્સ તેમજ કેલ્શિયમ, ઝિંક મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન D જેવા પોષક તત્વો મેળવી શકો છો.

કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સને ખાતા પહેલા તેને થોડા કલાકો સુધી પલાળી રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ રીતને આયુર્વેદ અનુસાર પણ સારી માનવામાં આવે છે અને મોર્ડન ન્યુટ્રિશનિસ્ટના મતે પણ આવું કરવું યોગ્ય માનવામાં આવે છે.

જો કે, એક પ્રશ્ન વારંવાર ઊભો થાય છે કે ડ્રાયફ્રૂટ્સ દૂધમાં પલાળી રાખવા જોઈએ કે પાણીમાં? 

તમે ડ્રાયફ્રૂટ્સને પાણી અને દૂધ બંનેમાં પલાળી શકો છો. ડ્રાયફ્રૂટ્સને દૂધ અને પાણી બંનેમાં પલાળીને રાખવાના અલગ-અલગ ફાયદા છે. 

પાણીમાં પલાળ્યા પછી, ડ્રાઇફ્રૂટમાં હાજર ફાયટિક એસિડનું સ્તર ઘટવા લાગે છે. આ એસિડ પેટ સુધી પહોંચે છે અને પાચનતંત્રને ફાયદો કરે છે. તેથી, પાણીમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તમે ડ્રાયફ્રૂટ્સને લગભગ 1-2 કલાક દૂધમાં પલાળી શકો છો અને તે પછી તરત જ તેનું સેવન કરી શકો છો. દૂધમાં પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત જરૂરી મિનરલ્સ પણ મળે છે.

સાથે તમને જણાવી દઈએ કે ડ્રાય ફ્રૂટ્સને આખી રાત પાણીમાં પલાળીને રાખી શકાય છે. પરંતુ, ડ્રાયફ્રૂટ્સને દૂધમાં લાંબા સમય સુધી રાખવાનું ટાળવું જોઈએ.