તમે દરરોજ લિફ્ટનું એક બટન દબાવીને સેકન્ડોમાં ઉપરના માળે પહોંચી જાવ છો.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ શોધ કેવી રીતે થઈ હશે?

તમને જણાવી દઈએ કે એલિવેટરમાં, વજન કેબલ અને ગરગડી દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે.

વાસ્તવમાં, લિફ્ટની શોધ એક જ વ્યક્તિએ એક દિવસમાં નથી કરી.

લિફ્ટ જેવી મશીનની શોધ રોમન સમયમાં થઈ હતી.

રોમન એન્જીનિયર 'વિત્રુવિયસ પોલિયો'એ પ્રથમ સદી પૂર્વે ગરગડીથી ચાલતી એલિવેટર બનાવી હતી.

1800 AD આસપાસ, એલિવેટર્સ સ્ટીમ પાવર દ્વારા ચલાવવામાં આવી હતી.

પછી, 19મી સદીની શરૂઆતમાં હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ થવા લાગ્યો.

આધુનિક લિફ્ટની શોધ સૌપ્રથમ એમેરિકન ઉધોગપતિ 'ઇલિશા ઓટિસ' દ્વારા કરવામાં આવી હતી.