ક્લિયોપેટ્રાને વિશ્વની સૌથી સુંદર રાણી કહેવામાં આવે છે.

ઐતિહાસિક પુરાવા મુજબ, ક્લિયોપેટ્રા એ એક રાણી હતી જેને 51 BC થી 30 BC સુધી ઇજિપ્ત પર શાસન કર્યું હતું.

આ રાણીએ લગભગ 21 વર્ષ ઇજિપ્ત પર શાસન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેને  ઇજિપ્તની અર્થવ્યવસ્થાને ખૂબ જ મજબૂત બનાવી હતી.

તેને ઇજિપ્તની સાંસ્કૃતિક રચનાને પણ મજબૂત બનાવી હતી. રાણીની ખાસિયત એ હતી કે તે ઘણી ભાષાઓ જાણતી હતી.

તેને વિશ્વના શાસકોને મળવાનું પસંદ હતું. આ કારણે ઇજિપ્ત તેમના શાસન દરમિયાન સાંસ્કૃતિક અને આર્થિક રીતે મજબૂત બન્યું.

ક્લિયોપેટ્રા ઇજિપ્ત અને ગ્રીસના ટોલેમિક વંશની છેલ્લી રાણી હતી.

પરંતુ રાણી ક્લિયોપેટ્રા જેટલી સુંદર હતી તેટલી જ તે એક રાજકીય નિષ્ણાંત અને સ્માર્ટ પણ હતી.

રાણીના ઘણા રાજાઓ અને લશ્કરી અધિકારીઓ સાથે સારા સંબંધ હતા.