ચૂંટણી પંચના અત્યાર સુધીના આંકડા અનુસાર, કિશોરી લાલ શર્મા સ્મૃતિ ઈરાનીથી 45718 હજાર મતોથી આગળ છે. 

કિશોરી લાલ શર્માને અત્યાર સુધીમાં 146911 મત મળ્યા છે. જ્યારે સ્મૃતિ ઈરાનીને 101193 વોટ મળ્યા છે. 

કેએલ શર્માનું પૂરું નામ કિશોરી લાલ શર્મા છે, જેઓ ગાંધી પરિવારના નજીકના ગણાય છે.  

કિશોરી લાલ શર્મા  મૂળ પંજાબના લુધિયાણાના રહેવાસી છે.  

શર્માએ 1983માં રાજીવ ગાંધી સાથે રાયબરેલી અને અમેઠીમાં પ્રવેશ કર્યો હતો. પાછળથી, રાજીવ ગાંધીના આકસ્મિક અવસાન પછી, ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધો પારિવારિક બન્યા અને તેઓ ગાંધી પરિવારનો એક ભાગ રહ્યા.  

અને જ્યારે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી માટે અમેઠીની બેઠક છોડી અને પોતે રાયબરેલી આવ્યા ત્યારે કેએલ શર્માએ રાયબરેલી અને અમેઠી બંને બેઠકોની જવાબદારી લીધી. 

ધીમે ધીમે સમય પસાર થયો અને શર્માએ રાયબરેલી અને અમેઠી બંને વિસ્તારની સંસદીય બાબતોનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. 

સમયની સાથે લોકો કોંગ્રેસ છોડીને જતા રહ્યા, પરંતુ કેએલ શર્માની નિષ્ઠા અને વફાદારીમાં ક્યારેય કોઈ કમી નહોતી આવી. 

કિશોરી લાલ પણ જાતિના સમીકરણમાં બંધબેસે છે. તમને જણાવી દઈએ કે અમેઠીમાં દલિતો લગભગ 26 ટકા, મુસ્લિમો લગભગ 20 ટકા અને બ્રાહ્મણો લગભગ 18 ટકા છે. સમાચાર એજન્સી IANS દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.