ધનતેરસ એટલે કે ધનતેરસ દર વર્ષે આસો વદ તેરસની તિથિએ ઉજવવામાં આવે છે.

ધનતેરસ પર, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની પરંપરા છે, આ દિવસ ભગવાન ધન્વંતરીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ભગવાન ધન્વંતરીને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે. ધનતેરસ પર તેમની પૂજા કરવાથી સારૂં સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

શ્રીહરિ વિષ્ણુના 24 અવતારમાંથી ભગવાન ધન્વંતરીને 12મો અવતાર માનવામાં આવે છે.

દંતકથા અનુસાર ભગવાન ધન્વંતરીનો જન્મ સમુદ્ર મંથન દરમિયાન થયો હતો.

સમુદ્ર મંથન સમયે ચૌદ મોટા રત્નો નીકળ્યા હતા, જેમાંથી ભગવાન ધન્વંતરી પોતે ચૌદમા રત્ન તરીકે પોતાના હાથમાં અમૃત ધારણ કરીને પ્રગટ થયા.

ચતુર્ભુજ ભગવાન ધન્વંતરીએ એક હાથમાં આયુર્વેદ શાસ્ત્રો, બીજામાં દવાનું પાત્ર, ત્રીજામાં ઔષધિઓ અને ચોથા હાથમાં શંખ ધારણ કર્યું છે.

વિશ્વના કલ્યાણ માટે અમૃત ઔષધિઓ શોધનાર ભગવાન ધન્વંતરી હતા.

ભગવાન ધન્વંતરીએ સમગ્ર વિશ્વની દવાઓનો અભ્યાસ કર્યો, જેની સારી અને ખરાબ અસરો આયુર્વેદના મૂળ ગ્રંથ ધન્વંતરી સંહિતામાં વર્ણવેલ છે.