કુતરા બધાને નહીં, પણ અમુક ખાસ લોકોને જોઈને જ કેમ ભસે છે? જાણો તેનું કારણ

તમે ઘણીવાર જોયું હશે કે શેરીનું કૂતરું તમારી બાજુમાંથી શાંતિથી પસાર થઈ જાય, પણ તમારા મિત્ર કે બીજા કોઈને જોઈને અચાનક ભસવા લાગે! આવું કેમ થાય છે?

કુતરાઓની નાક ગજબની હોય છે. તે માણસ કરતા 10,000 થી 1,00,000 ગણું વધારે સારું સૂંઘી શકે છે. 

જો કોઈ વ્યક્તિના કપડાંમાંથી બીજા કોઈ કુતરા કે પ્રાણીની ગંધ આવતી હોય, તો તેને તે ગમતું નથી અને તે ભસે છે.

કુતરા માણસનો ડર પારખી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ડરી જાય છે, ત્યારે તેના શરીરમાંથી ખાસ પ્રકારના 'ફેરોમોન્સ નીકળે છે. કુતરા આ ગંધને પકડી લે છે અને સામેવાળાને ડરેલો જોઈને વધુ ભસે છે.

જો કોઈ વ્યક્તિએ વિચિત્ર ટોપી, મોટા કાળા ચશ્મા પહેર્યા હોય અથવા કોઈ લંગડાઈને ચાલતું હોય, તો કુતરા તેને 'ખતરો' અથવા 'અસામાન્ય' માને છે અને ચેતવણી આપવા ભસવાનું શરૂ કરે છે.

એવું કહેવાય છે કે કુતરાઓને માણસના ઈરાદા સમજાય છે. જો કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય કે તેના મનમાં કોઈને નુકસાન પહોંચાડવાનો વિચાર હોય, તો કુતરાને તેની 'બોડી લેંગ્વેજ' પરથી ખબર પડી જાય છે.

ક્યારેક કોઈ વ્યક્તિનો દેખાવ કે અવાજ કુતરાને ભૂતકાળમાં તેને હેરાન કરનાર વ્યક્તિ જેવો લાગે, તો પણ તે પોતાની સુરક્ષા માટે ભસે છે.

એટલે જો કૂતરું કોઈના પર ભસે, તો સમજી જવું કે દાળમાં કંઈક કાળું છે!