સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે નવશેકું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદમાં તેને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

હુંફાળું પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે. તે કબજિયાત અને અપચોની સમસ્યાને પણ દૂર કરે છે. તેથી ખાલી પેટે હૂંફાળું પાણી પીવું જોઈએ.

હૂંફાળું પાણી પીવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. તેનાથી કેલરી પણ બર્ન થાય છે.

ગરમ પાણી પીવાથી તણાવ ઓછો થાય છે. એટલું જ નહીં, મૂડ પણ સુધરે છે.

હુંફાળું પાણી પીવાથી શરીર વધુ સક્રિય રહે છે. આનાથી પણ તમને કામ કરવાનું મન થાય છે.