શા માટે મહિલાઓને પગની એડીઓમાં થાય છે સૌથી વધારે દુખાવો…

પગની એડીઓમાં દુખાવો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેના માટે તમે ઘરેલું ઉપાય કરી શકો છો. ચાલો જાણીએ શું છે ઉપાય.

પ્લાન્ટર ફેસીટીસ એડીના દુખાવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે, જેના કારણે માંસપેશિયોમાં સોજો આવે છે અને બળતરા થાય છે.

હાઈ હીલ્સ અથવા ખરાબ ફિટિંગવાળા સેન્ડલ પહેરવાથી એડીઓમાં દુખાવો થઈ શકે છે.

આર્થરાઇટિસને કારણે પણ એડીઓમાં દુખાવો થાય છે.

સગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ બદલાવને કારણે પણ એડીઓમાં દુખાવો થવા લાગે છે.

લાંબા સમય સુધી ઉભા રહેવાથી કે ચાલવાથી પણ પગની એડીઓમાં દુખાવો થાય છે.

જો તમારી એડીઓમાં દુખાવો થાય છે, તો 15-20 મિનિટ સુધી બરફ લગાવો, તમને આરામ મળશે.

એડીના દુખાવાના કિસ્સામાં પાટો અથવા બ્રેસ પહેરવાથી સોજો ઓછો થાય છે.

ડૉક્ટરની સલાહ મુજબ, તમે પીડામાં રાહત આપતી દવાઓ પણ લઈ શકાય છે.