પ્રપોઝ કરતી વખતે ઘૂંટણિયે કેમ બેસવું પડે છે? જાણો આ પાછળનું સિક્રેટ!

8મી ફેબ્રુઆરી એટલે કે 'પ્રપોઝ ડે'! કોઈને દિલની વાત કહેવાનો બેસ્ટ દિવસ.

તમે હંમેશા જોયું હશે કે છોકરો ઘૂંટણ પર બેસીને જ છોકરીને વીંટી પહેરાવે છે. પણ શું તમને ખબર છે આવું કેમ?

આ પરંપરા સદીઓ જૂની છે. મધ્યકાલીન યુગમાં યોદ્ધાઓ રાજા-રાણીને વફાદારી બતાવવા માટે ઘૂંટણિયે પડતા હતા.

બસ, પ્રેમમાં પણ આ જ લોજિક છે! ઘૂંટણ પર બેસવાનો અર્થ છે - 'સન્માન'. તમે પાર્ટનરને બતાવો છો કે મારું જીવન હવે તમારા શરણે છે.

બીજું કારણ એ છે કે પ્રાર્થનામાં પણ આપણે ભગવાન સામે ઝૂકીએ છીએ. એટલે પ્રેમમાં પણ આ સમર્પણની નિશાની છે.

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો, જ્યારે તમે ઘૂંટણ પર બેસો છો ત્યારે તમે સામેવાળી વ્યક્તિ કરતા નાના દેખાઓ છો, જે દર્શાવે છે કે તમે અહંકાર છોડીને પ્રેમ માંગો છો.

તો જો આજે કોઈને પ્રપોઝ કરવાના હોવ, તો સ્ટાઈલમાં ઘૂંટણિયે બેસીને જ કરજો, 'હા' મળવાના ચાન્સ વધી જશે!