ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી. આ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 274 લોકોના મોતની થઇ હતી.
અકસ્માત પહેલા, એર ઇન્ડિયાના વિમાનના પાયલોટે MAYDAY કોલ આપ્યો હતો.
વાસ્તવમાં, કોઈપણ વિમાનમાં મેડે કોલનો અર્થ કટોકટીનો સંદેશ થાય છે.
આ એવા સમયે કહેવામાં આવે છે જ્યારે વિમાન સૌથી ગંભીર સ્થિતિમાં હોય છે. જેમ કે એન્જિન ફેલ્યોર, વિમાનમાં આગ, હાઇજેકની સ્થિતિ અથવા હવામાં અથડામણનો ભય.
આવી ખતરનાક પરિસ્થિતિમાં, વિમાનનો પાયલોટ રેડિયો પર ત્રણ વખત MAYDAY MAYDAY MAYDAY કહે છે.
MAYDAY કોલ પછી, કંટ્રોલ રૂમ વિમાનને મદદ કરવા માટે તમામ સંસાધનો તૈનાત કરે છે.
ઇમરજન્સી લેન્ડિંગથી લઈને એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને તૈયાર રાખવા સુધી, રનવે પણ સાફ કરવામાં આવે.