વેલેન્ટાઈન વીકની શરૂઆત 'રોઝ ડે'થી જ કેમ થાય છે? જાણો ગુલાબના રંગોનો છુપાયેલો અર્થ
7મી ફેબ્રુઆરી એટલે કે 'રોઝ ડે'. વેલેન્ટાઈન વીકનો આ પહેલો દિવસ છે. પણ શું તમે જાણો છો કે પ્રેમના દિવસોની શરૂઆત ગુલાબથી જ કેમ થાય છે?
ઇતિહાસ: એવું માનવામાં આવે છે કે લાગણીઓને ફૂલો દ્વારા વ્યક્ત કરવાની પરંપરા 'વિક્ટોરિયન યુગમાં શરૂ થઈ હતી.
તે સમયે લોકો ખુલીને પ્રેમ વ્યક્ત નહોતા કરી શકતા, તેથી તેઓ લાલ ગુલાબ આપીને દિલની વાત કહેતા હતા.
એક માન્યતા એવી પણ છે કે મુઘલ બાદશાહ જહાંગીર પોતાની બેગમ નૂરજહાંને ખુશ કરવા માટે રોજ ટનબંધ તાજા ગુલાબ મોકલતા હતા, ત્યારથી ગુલાબ પ્રેમના પ્રતીક તરીકે પ્રખ્યાત થયું.
રંગોનો અર્થ: રોઝ ડે પર માત્ર લાલ ગુલાબ જ અપાય તેવું નથી. દરેક રંગનો અલગ અર્થ છે:
લાલ ગુલાબ
જો તમે કોઈને પ્રેમ કરતા હો, તો 'લાલ ગુલાબ' આપવું.
પીળું ગુલાબ
જો તમે કોઈની સાથે પાક્કી મિત્રતા શરૂ કરવા માંગતા હો, તો 'પીળું ગુલાબ' બેસ્ટ છે.
સફેદ ગુલાબ
જો કોઈની સાથે ઝઘડો થયો હોય અને માફી માંગવી હોય, તો 'સફેદ ગુલાબ' આપીને મનાવી લો.
ગુલાબી ગુલાબ
જો તમે કોઈના વખાણ કરવા માંગતા હો અથવા આભાર માનવા માંગતા હો, તો 'પિંક રોઝ' આપી શકો છો.
તો આ રોઝ ડે પર તમે તમારા પાર્ટનર કે મિત્રને કયા રંગનું ગુલાબ આપવાના છો? કોમેન્ટમાં જણાવો!