એલપીજી ગેસમાં કેમ ભેળવવામાં આવે છે ખાસ ગંધ?

કુદરતી રીતે એલપીજી સંપૂર્ણપણે રંગહીન અને ગંધહીન હોય છે.

જો ગેસમાં કોઈ ગંધ ન હોય, તો લીકેજ થવા પર તેને ઓળખવું અશક્ય બની જાય છે.

ગેસ લીકેજની ખબર ન પડે તો તે ગંભીર આગ કે બ્લાસ્ટ જેવી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેસમાં 'ઈથાઈલ મર્કપ્ટન' નામનું કેમિકલ ભેળવવામાં આવે છે.

આ કેમિકલની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે, જે ગેસ લીક થતાં જ આપણને તરત જ સાવધ કરે છે.

ઈથાઈલ મર્કપ્ટન હવામાં ભળતા જ તેની ખાસ ગંધ ફેલાય છે, જેનાથી આપણને લીકેજની જાણ થાય છે.

આ એક સડેલા ઈંડા જેવી તીવ્ર ગંધ હોય છે જે નાક સુધી જલ્દી પહોંચે છે.

આ રીતે ગંધહીન ગેસમાં કેમિકલ ઉમેરીને કરોડો લોકોના જીવ અને મિલકતની રક્ષા કરવામાં આવે છે.