14 ફેબ્રુઆરી જ કેમ વેલેન્ટાઈન ડે? પ્રેમ માટે ફાંસીના માંચડે ચડી ગયેલા એક સંતની કહાની!

આખરે એ દિવસ આવી જ ગયો! 14મી ફેબ્રુઆરી એટલે 'વેલેન્ટાઈન ડે'.આની પાછળ રોમના એક પાદરી 'સંત વેલેન્ટાઈન' નો બલિદાન છુપાયેલું છે.

રોમના ક્રૂર રાજા ક્લોડિયસનું માનવું હતું કે લગ્ન કરવાથી પુરુષોની શક્તિ અને બુદ્ધિ ઘટી જાય છે. તેથી તેણે આખા રાજ્યમાં સૈનિકોના લગ્ન પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સંત વેલેન્ટાઈને રાજાના આતંકી નિયમનો વિરોધ કર્યો અને પ્રેમ કરનારા યુગલોના ચુપકીદીથી લગ્ન કરાવવાનું શરૂ કર્યું.

જ્યારે રાજાને આ વાતની ખબર પડી, ત્યારે તેણે સંત વેલેન્ટાઈનને જેલમાં નાખ્યા અને 14મી ફેબ્રુઆરીના રોજ ફાંસી આપી દીધી. ત્યારથી આ દિવસ પ્રેમ પ્રતિક બની ગયો.

શું તમે જાણો છો દુનિયાનો પહેલો 'વેલેન્ટાઈન લેટર' કોણે લખ્યો હતો? 

ઈતિહાસ મુજબ, 1415માં ફ્રાન્સના ડ્યુક ઓફ ઓર્લિયન્સ એ જેલમાંથી પોતાની પત્નીને કવિતાના રૂપમાં પહેલો પ્રેમ પત્ર લખ્યો હતો.

તો યાદ રાખજો, આ દિવસ માત્ર ગિફ્ટ આપવાનો નથી, પણ પ્રેમ માટેના 'ત્યાગ'ને યાદ કરવાનો છે. હેપ્પી વેલેન્ટાઈન ડે!