તાજેતરના ખાંડમાં યુરિયા, ચોક પાવડર, પ્લાસ્ટિક ક્રિસ્ટલ્સ અને વોશિંગ સોળા વગેરેની ભેળસેળ જોવા મળી રહી છે.
તો ચાલો જાણીએ અસલી અને નકલી ચીની ઓળખ માટેની થોડી સરળ પદ્ધતિઓ.
સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
જો તમે આ પ્રકારની ભેળસેળયુક્ત ખાંડનું સેવન કરો છો તો તમને પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે.
ખાંડને ઓળખવાની પદ્ધતિ
આ બાબતે FSSAI એ એક પદ્ધતિ જણાવી છે જેના દ્વારા તમે સરળતાથી ખાંડમાં ભેળસેળને ઓળખી શકશો. તો ચાલો જાણીએ.
એક ચમચી ખાંડ લો અને તેને એક ગ્લાસ પાણીમાં નાખો. ખાંડને સારી રીતે મિક્સ કરો.
ખાંડના પાણીને સૂંઘો જો તેમાં એમોનિયાની ગંધ ન હોય તો તેમાં ભેળસેળ નથી. જો એમોનિયાની ગંધ આવી રહી હોય તો સમજવું કે તેમાં યુરિયા ભેળવેલું છે.