પશ્ચિમ બંગાળનાં ભાજપનાં નેતા ઇશરત જહાને હિન્દુ ધર્મનાં સમારંભમાં હાજરી આપવા બદલ મોટી સજા મળી છે. તેના પર આરોપ છે કે તેણે હનુમાન ચાલીસાનાં પાઠમાં હાજરી આપી હતી. જેને લઇને હવે તેના મકાન માલિકે તેને ઘર ખાલી કરવાનું કહ્યુ છે. ઇશરત જહાએ જીવનું જોખમ હોવાનુ પણ કહેતા પોતાના માટે સુરક્ષાની માંગણી કરી છે. તેણે કહ્યુ કે, તે પોતાના દિકરાની સાથે એકલા રહે છે અને તેમની સાથે કોઇ પણ સમયે કશું પણ બની શકે છે.
ઇશરતનાં કહેવા અનુસાર, તે હાવડામાં એક ભાડાનાં મકાનમાં રહે છે. એક હિન્દુ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાના કારણે તેના મકાન માલિકે તેને ઘર ખાલી કરવાનુ કહ્યુ છે. સાથે તે પણ કહ્યુ છે કે જો ઇશરત જહા ખુદ નહી નિકળળે તો તેને જબરદસ્તી નિકાળી દેવામાં આવશે. ઇશરતે જણાવ્યુ કે, તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઇ ગઇ અને પૂછવા લાગ્યા કે હુ હિજાબ પહેરીને હનુમાન ચાલીસ પાઠમાં હાજરી આપવા માટે કેમ ગઇ હતી?
પોલીસ સુરક્ષાની માંગણી કરતા ઇશરત જહાએ કહ્યુ કે, દરેક વ્યક્તિએ મને ઘર છોડી દેવાનુ કહ્યુ અને સાથે તે ન કરવા પર જબરદસ્તી ઘરની બહાર નિકાળી દેવાનુ પણ કહેવામાં આવ્યુ. તેટલુ જ નહી તેનુ કહેવુ છે કે મારા જીવને જોખમ છે, મને સતત મારી નાખવાની ધમકી મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.