Cricket/ MS ધોની કઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે? સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફેસબુક પરથી એક પોસ્ટ મૂકી છે, જેમાં તેણે 25 સપ્ટેમ્બરે લાઈવ આવવાનું કહ્યું છે. ધોનીએ પોતાની પોસ્ટમાં

Top Stories Sports
Dhoni Announcement

Dhoni Announcement: ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી અને લાઈમ લાઈટમાં આવવું પસંદ નથી. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે હજુ પણ IPLમાં રમી રહ્યો છે. જો કે, હવે ધોનીએ પોતાના ફેસબુક પરથી એક પોસ્ટ કરી છે, જેના કારણે અનેક રીતે અટકળો લગાવવામાં આવી રહી છે.

Dhoni Announcement
Dhoni Announcement

ભારતના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ફેસબુક પરથી એક પોસ્ટ મૂકી છે, જેમાં તેણે 25 સપ્ટેમ્બરે લાઈવ આવવાનું કહ્યું છે. ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે. ‘હું તમારી સાથે એક સમાચાર શેર કરીશ. હું 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે લાઈવ આવીને આ માહિતી આપીશ. હું આશા રાખું છું કે તમે બધા ત્યાં હશો. આ પોસ્ટ સાથે જ 41 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃત્તિના સમાચાર તેજ થઈ ગયા છે. ધોનીએ સોશિયલ મીડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી. જોકે, તે લાઈવમાં શું જાહેરાત કરવા જઈ રહ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. મહેન્દ્ર સિંહ ધોનીની કરિશ્માયુક્ત કેપ્ટનશીપ હેઠળ CSK ચાર વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. ધોની મેદાન પર ખૂબ જ શાંત રહે છે. તે પોતાના શાંત અને ચતુર મનથી વિરોધીઓને પછાડે છે. તેમની પાસે ડીઆરએસ લેવાની અદભૂત કળા છે. પરંતુ IPL 2022 પહેલા ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ કમાન સંભાળી હતી, પરંતુ તે પછી ધોની ફરીથી CSK ટીમનો કેપ્ટન બન્યો હતો. આઈપીએલ 2022 સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે તે આઈપીએલ 2023માં પણ ચેન્નાઈ તરફથી રમશે.

મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિનિશરોમાં થાય છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેમની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોનીએ આઈપીએલમાં પણ પોતાની બેટિંગ કુશળતા ફેલાવી હતી. તેણે IPLની 234 મેચમાં 4978 રન બનાવ્યા છે.